Chandra Patel

Lonely In Thoughts

બાળપણ માં વરસાદની મઝા

મને બાળપણ માં વરસાદની મઝા કેવી આવી હતી તેના વિષે હું લખું છું. કારણ કે બાળપણ ના વરસાદ ના દિવસો અને રાતો કેવી રીતે ભૂલી શકાય. જયારે પણ એ દિવસો ને યાદ કરું છું ત્યારે મુખ પર એક સ્મિત આવી જાય છે. દુઃખ એ વાતનું છે કે એ દિવસો પાછા નથી આવાના. 🙁

બાળપણ માં વરસાદ માં સ્કૂલે જવાની બો મઝા આવતી. મને યાદ છે કે મારી પાસે તે વખતે છત્રી નહોતી। ત્યારે તો પાપા ખાતર મોટા થેલા કે પ્લાસ્ટિક ની તાડપત્રી આવતી એની છત્રી બનાવી આપતા જેને આપણે ઘુમતી કહેતા.  તે માથે ઓઢીને જતા સ્કૂલે। બાળપણ માં કપડાં કે પગ બગડવાની કોઈ ચિંતા નહિ થતી અને રસ્તામાં જો ખાબોચિયા આવે તો એમાં છબ છબીયાં કરતા અને સ્કૂલે જતા।

રોજ સવારે સ્કૂલ સાફ કરતા, સાથે મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા, એક બીજા પર કાદુ ઉછાળતાં.

સ્કૂલમાં શિક્ષકો એક ગીત રોજ ગવાડતાં:

આવરે વરસાદ, ઢેબરીઓ વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક.

જયારે પણ ચાલુ સ્કૂલે વરસાદ પડતો ત્યારે આ ગીત જોર જોર થી ગાતા, ખુબ મઝા આવતી.

પછી સ્કૂલે થી છૂટીને ઘરે આવતા અને ભમેળા લઇ ને મિત્રો સાથે રમતા. ભમેરો ફેરવીને હાતમાં લેતા પણ આજે હું ભમેરો ફેરવતા ભૂલી ગયો છું. હું જ્યાં રહું છું ત્યાં રોજ સવારે શેરીમાં નાના છોકરાઓને ભમેરો ફેરવતા જોઈ ને મન આનંદિત થઇ જાય છે.

બીજી રમત હતી સળિયા ઘોચ. જયારે વધારે વરસાદ પડી ગયો હોય ત્યારે કાદવ વધારે થઇ જાય ત્યારે આ રમત રમવાની ઘણી મઝા આવતી। આ રમત માં અમે સરિયાં ને જોર થી કાદવ માં ઘોચીયે, જો ઘોચાય જાય તો ફરીથી બીજી જગ્યાએ ઘોચવાનું અને આ રીતે દૂર શુધી જતા. જો ના ઘોચાય અને સરિયો પડી જાય ત્યારે જે જગ્યાએ થી શરૂઆત કરી હોય ત્યાં શુધી લંગડી કરતા કરતા જવાનું। આજે આ રમત જોવા માં નથી આવતી।

બાળપણ માં વરસાદમાં નાહવાની ઘણી મઝા આવતી। જોર થી વરસાદ પડતો હોય ત્યારે ઘર ના આંગણ માં નાહવાની મઝા આવતી। જયારે મમ્મી ના પાડે વરસાદમાં નાહવા માટે ત્યારે દાદા-દાદી ને બોલતા કે મમ્મી નાહવા નથી દેતી. એટલે દાદા-દાદી મમ્મી ને ખિજવાતાં અને અમને નાહવાની છૂટ મળી જતી.

જેટલું લખું એટલું ઓછું. 🙂

જો તમને આ લેખ વાંચીને તમને તમારા બાળપણ ના વરસાદ ના દિવસો યાદ આવ્યા હોય તો નીચે ટિપ્પણી લખી જરૂરથી જણાવજો. 🙂

2 responses to “બાળપણ માં વરસાદની મઝા”

  1. viral Avatar
    viral

    Very good…..
    Childhood resumed and remember

  2. Bhavin Avatar
    Bhavin

    Bhai ek dum must…✌?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.