Chandra Patel

Lonely In Thoughts

ચાવીએ બૌ (હદ) કરી

એમ તો આપણે જીવનમાં કંઈક ને કંઈક વસ્તુ સાથે લેવાનું ભૂલી જતા હોઈએ છે અને એમાં જો ચાવી ભૂલી જઈએ તો સમજવું આપણી મુશ્કેલી વઇધી. ચાવી ભૂલી જવાનો કિસ્સો મારી સાથે બે વાર બન્યો હતો. હું એટલા માટે લખું છું કારણકે મને આ બનાવો થોડા હાસ્યાસ્પદ લાગે છે. થોડું વધારે હસવું આવે એટલે માટે જાણી જોઈને થોડું ઉમેર્યું છે. જો તમને હસવું ના આવે કે તમને ના ગમે તો માફ કરજો. 🙂

હું અને મારો મિત્ર એક રૂમ રસોડા માં રહીયે છે. હું મારી ચાવી હમેંશા પાકીટ માં રાખતો, ચાવી સાથે કિચન નોહ્તું. જ્યારે પણ હું બહાર જાવ ત્યારે પેન્ટના પાછળ ના ખીસાં માં રાખતો.

એકવાર હું બહાર જમવા નીકળ્યો ત્યારે મારો મિત્ર રૂમ પર નહોતો એટલે મેં રૂમ ને તાળું માર્યું. જયારે પાછો આવ્યો એટલે મારો મિત્ર રૂમ પર આવી ગયો હતો. તો હું એની સાથે વાતચીત કરતા કરતા મેં કપડાં બદલ્યા અને હું પાછલા ખિસ્સામાંથી ચાવી કાઢવાનું ભૂલી ગયો. હવે બીજા દિવસે હું મોડો ઉઠ્યો એટલે મારે ઑફિસે જવાનું મોડું થાય એટલે હું ફટાફટ નાહી-ધોઈને ઑફિસે જવા નીકળ્યો અને ચેક પણ ના કર્યું  કે ચાવી પાકીટ માં છે કે નહીં.

હવે હું રાત્રે ઑફિસે થી રૂમ પર આવવા નીકળ્યો, ત્યાં સુધી મને યાદ નહોતું કે હું ચાવી રૂમ માં જ ભૂલી ગયો છું. અમારો રૂમ બીજા માળે છે એટલે મને દાદર ચડતા ચડતા મને થયું કે હું ચાવી ભૂલી રૂમ માંજ ભૂલી ગયો છું. એટલે મેં તો મારી બેગ માં શોધવાનું ચાલુ કર્યું. મને પાક્કી ખાતરી હતી કે હું ચાવી રૂમની અંદર ભૂલી ગયો છતાંય મેં બેગ માં શોધવાનું ચાલુ રાખ્યું એ વિચારીને કે કદાચ મળી જાય.

એમ તો ચાવી નહોતી મળવાની તોપણ ગાંડાની જેમ શોધતો રહ્યો અને મનમાં ને મનમાં હું પોતાને ખિજવાતો ગયો. હવે ચાવી ના મળી, એટલે હું મારા મિત્ર ને ફોન લગાડ્યો. એને નાઈટ શિફ્ટ વાળી નોકરી હતી. હું ફોન પર ફોન લગાવતો ગયો પણ એણે ફોન ના ઉપાડ્યો.

એટલે હું ગુસ્સા માં એને પણ ખિજવાતો ગયો. એક બાજુ વિચાર આવ્યો કે તાળુ તોડી નાખું પણ રાત નો સમય હતો અને સાડા નવ જેટલા વાગ્યા હતા. મેં વિચાર્યું કે મારી ભૂલને કારણે ક્યાં આજુબાજુ વાળાને હેરાન કરવા. એક તો ગુસ્સામાં લાલ ચોર અને પાછો આવો સારો વિચાર પણ કરતો :).

આવો સારો વિચાર આવેજ ને કેમ કે તાળું તોડો તો ફરીથી પાછું નવું લાવવું પડે અને પૈસા ખર્ચવા પડે. એમ તો હું પાછો હોંશિયાર એમ કઈં આવો ખોટો ખર્ચો ના કરું. પછી હું નિરાશ થઈને ધાબા પર જતો રહ્યો, ત્યાં અહીં થી તઈં ચાલવા લાગ્યો અને સાથે મારા મિત્ર ને ફોન લગાવતો ગયો પણ એણે ફોન ના ઉપાડ્યો. મેં વિચાર્યું કે એ બીઝી હશે કે કદાચ મિટિંગમાં હશે. પછી મને યાદ આવ્યું કે બીજો મારો મિત્ર પણ એની સાથે જ કામ કરે છે એટલે મેં પાછો એને ફોન લગાડ્યો પણ એણે પણ ફોન ના ઉપાડ્યો એટલે વળી મને વધારે ગુસ્સો આવ્યો (મારા પર, મિત્ર પર નહીં. આવો ખોટો ગુસ્સો મિત્ર પર કરાય? 🙂 ).

એટલા માં મમ્મી નો ફોન આવ્યો, એટલે હું એની સાથે વાતચીત કરવા લાગ્યો.

માં: કેવું છે બેટા?
હું: મજામાં (મનમાં બોલતો અત્યારે મજામાં ક્યાં થી હોવ!)
માં: ખાઈ લીધું?
હું: ના ( મનમાં બોલતો ચાવી ભૂલી ગયો તો પછી ભૂખ ક્યાંથી લાગે!)
માં: કેમ?
હું: ચાવી ભૂલી ગયો છું રૂમમાં.
માં: હાય હાય પાછો ચાવી ભૂલી ગયો?  (કેમ કે હું બીજી વાર ચાવી ભૂલી ગયેલો.)
હું: હાં.
માં: તારા ભાઈબંધ ને ફોન કર?
હું: મેં કર્યો?
માં: એની જોડે વાત થઈ?
હું: ના, એ ફોન નથી ઉપાડતો.
માં: હવે? એની ઑફિસે જઈ ને લઈ આવ?
હું: મને એની કંપનીનું નામ ખબર પણ ઓફિસ નું અડ્રેસ નથી ખબર.
માં: તો હવે? તારે એના ફોનની રાહ જોવી પડશે.
હું: હાં.

એટલા માં ફોન કટ થઈ ગયો. ત્યારે મારી અક્કલ ના ચાલી કે હું ઇન્ટરનેટ પર કંપનીનું નામ નાખી સર્ચ કરી લવ અને જોઈ લવ કે અડ્રેસ શું છે? જ્યારે ભૂખ લાગી હોય, કપડાં ધોવાના બાકી હોય તો અક્કલ કયાંથી ચાલે?

બૌ રાહ જોયા પછી તાળું તોડવાનો વિચાર કર્યો. બાજુ માં રહેતા એક ભાઈ ને પૂછ્યું કે તાળું તોડવા માટે કઈ છે તો તેમણે એક લોખંડ નો જાડો પાઇપ આપ્યો. હું તો લઈ ને તોડવા ગયો ને જોર થી ત્રણ વાર તાળા પર માર્યું પછી મારી હિમંત ના થઇ કેમ કે બૌ અવાજ થતો હતો અને લાગ્યું કે આજુબાજુ લોકો હેરાન થશે. એટલે પછી માંડી વાર્યું.

બાજુ વાળા ભાઈ: તમારા મિત્ર ને ફોન કરો ને?
હું: મેં કર્યો પણ ફોન ઉપાડતો નથી.
બાજુ વાળા ભાઈ: તો પછી એની કંપની પર જઈ ને લઈ આવો?
હું: મને એડ્ડ્રેસ ખબર નથી. પણ કંપની નું નામ ખબર છે.
બાજુ વાળા ભાઈ: કંપની નો ફોન નંબર છે?
હું: ના.
બાજુ વાળા ભાઈ: પછી ઇન્ટરનેટ પર શોધી લો ને?
હું: અરે હાં! આવું તો વિચાર્યું જ ની. (પણ આવા સમય માં આવો વિચાર ક્યાંથી આવે?)

મેં ઇન્ટરનેટ પર શોધી ને ફોને નંબર લીધો ને ફોને કર્યો.

હું: હેલો, મારો મિત્ર અભિજિત કામ કરે છે, તો એને ફોન આપોને, અર્જન્ટ છે?
કંપની: તમે કોણ છો? શું કામ છે?
હું: હું એનો મિત્ર છું. હું ચાવી રૂમમાં ભૂલી ગયો છું એટલે મેં ફોન કર્યો છે.
કંપની: તમારો મિત્ર કયા ડિપાર્ટમેન્ટ છે તે તમને ખબર છે?
હું: ના.
કંપની: તો પછી હું કઈ રીતે એને શોધું?
હું: કઈ કરોને, અર્જન્ટ છે. (ભાન થયું કે મિત્ર સાથે રહે તો એના વિશે બધી જાણ રાખવી પડે કે ક્યાં નોકરી કરે, કઈ કંપની માં, એની કંપની ક્યાં છે, ફોન નંબર, વગેરે વગેરે…)
કંપની: એમ તો મારા થી મદદ ના થઈ ને ફોન મૂકી દીધો.

એટલામાં બીજો મિત્ર કે જે મારા મિત્ર સાથે એજ કંપની માં કામ કરે છે તેનો ફોન આવ્યો, મેં બધી વાત કરી, ને પૂછ્યું કે અભિજિત કયા ડિપાર્ટમેન્ટ માં કામ કરે છે તો તેણે કર્યું કે આઇટી ડિપાર્ટમેન્ટમાં.

વળી, મેં પેલા મિત્ર નો ફોન આવેલો તો તેને ના પૂછ્યું કે ભાઈ તારી કંપની ક્યાં આવેલી છે. પછી એની કંપની નું એડ્ડ્રેસ ઇન્ટરનેટ પર થી લીધું. એમ તો રસ્તો જોયો નહતો, એટલે ગૂગલ મેપ નો ઉપયોગ કરીને એની કંપની પર પહોંચ્યો. રિસેપ્શન પર બેઠેલા ભાઈ ને કીધું કે, મારો મિત્ર અભિજિત અહિયાં કામ કરે છે, એને જરા બોલાવો. તો તેમણે પૂછ્યું કે કયા ડિપાર્ટમેન્ટ માં કામ કરે છે? મેં કહ્યું આઇટી ડિપાર્ટમેન્ટમાં. તમે બેસો હું બોલાવું છું. હું તો બેઠો, હવે મને હાસ થઈ કે હવે ચાવી મરી જશે. 🙂

ત્યાં જોયું કે લોકો ના ફોન સાથે રાખી સકતા નથી, એ લોકે ત્યાં રિસેપ્શન પર જમા કરવા પડે, તો પછી એ મારો ફોન ક્યાંથી ઉપાડે? એટલામાં મારો મિત્ર આવ્યો ને ચાવી લીધી, પછી રૂમ પર આવ્યો, અને પેન્ટ નું ખિસ્સું ચેક કર્યું તો મારી ચાવી એજ પેન્ટ માં હતી. પણ હવે ગુસ્સો જતો રહ્યો હતો.

ત્યારથી હું રૂમની ચાવીને મારી બાઈકની ચાવી સાથે રાખું કેમ કે રોજ સવારે ગાડી લઈ ને જતા હોઈએ એટલે ભુલાઈ ની. હાં, પણ જો બાઈકની ચાવી બીજાને આપી અને આપણે રૂમ/ઘર ની ચાવી લેવાનું ભૂલી ગયા તો પછી….. ચાવીએ બૌ (હદ) કરી! 🙂

4 responses to “ચાવીએ બૌ (હદ) કરી”

 1. krupa Avatar

  દૂધ નો દાઝયો છાસ પણ ફૂંકી ફૂંકી ને પીસે! 😀 હસવુંતો 100% આવ્યું. 😛

  1. Niket Avatar
   Niket

   Good one..!!

 2. dr.chaitany patel Avatar
  dr.chaitany patel

  Jakkash bro.m jetli sachvo etlu dukh .. Jetla binddash raho etlij taklif. So je thay e saru ane je shikhva male e nasseb .. So jalsa karo ultimate

 3. himanshu Avatar
  himanshu

  Bhai Bhai Chavi e boooooo had Kari….??

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.