આજે મારા પિતાશ્રીને મારા કોલેજના દિવસોની મારી હિસાબની રોજનીશી (ડાયરી) મળી આવી. મારી રોજનીશી જોઈને મને ખુબજ આનંદ થયો. મને કોલેજના દિવાસો યાદ આવી ગયા.



અમારા પરિવારમાં હિસાબની રોજનીશી રાખવી ફરજીયાત હતી. મારા માતાપિતા હમેંશા અમને પ્રોત્સાહન આપતા અને કેટલું ઉપયોગી છે જીવનમાં એની સમજણ પણ આપતા. અમને નાનપણથી જ માતાપિતા જણાવતા કે એમની કેટલી આવક છે અને કેટલો ખર્ચ થાય છે. જેનાથી અમને ખબર પડતી કે ઘર ખર્ચ અને અને અમારા અભ્યાસનો ખર્ચ કેટલો છે અને કેમ અમારી બધી જરૂરિયાતો અથવા અમારી બધી ઈચ્છાઓ પુરી કરી શકતા ન હતા.
હું ડિપ્લોમા ભણતો હતો ત્યારથી હું મારા દૈનિક ખર્ચનો હિસાબ લખતો હતો. આજે પણ હું દૈનિક ખર્ચ નો હિસાબ રાખું છું પણ એક્સેલ શીટ માં લખું છું. આનાથી મને મારા પરિવાર માટે નાણાકીય આયોજન કરવા માટે મદદ મળે છે.
હું મારા માતાપિતાનો આભાર માનું છું કે અમને હિસાબની રોજનીશી રાખવાની અમૂલ્ય ભેટ આપી છે.
Leave a Reply