Chandra Patel

Lonely In Thoughts

વરસાદ અને ગુલાબ

થઈ છે અડધી રાત,
ને શરૂ છે બહાર વરસાદ.
ઊંઘ ઉડી ગઈ છે મારી,
કોને કહું આ દિલની વાત?

સાંભળું છું વરસાદનું સંગીત,
જાણે કે વરસાદના ટીપાંની પ્રીત.
દિલની ઈચ્છા કે ખોવાઈ જાઉં આ ધૂનમાં,
અને કહી દઉં તને મારા દિલની વાત આ સૂનમાં:

કે તું ગુલાબની પાંખડી ને હું એની દાંડી,
આમ તો કાંટો થઈને પણ રહી લઉં,
કે એ બહાને તારી રક્ષા જો હું કરી લઉં.

મારી ડાળી પર તું સદાય આમ જ ખીલતી રહે,
તારા જીવનમાં ખુશીઓનો વરસાદ હંમેશા વહે.
આ ચોમાસામાં તારું રૂપ વધુ ને વધુ મહેકતું રહે,
અને તારા જન્મદિવસે મારા પ્રેમનો આ વરસાદ વરસતો રહે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.