Chandra Patel

Lonely In Thoughts

હર્ષવી

Harshvi

હર્ષવી, આજે તારો પ્રથમ જન્મદિવસ છે. મને યાદ છે જયારે તારો જન્મ થયો અને ર્ડાક્ટરે કહ્યું કે તમને પુત્રી આવી છે ત્યારે મને ખુબજ ખુશી થઇ. જયારે મેં તને હાથ માં લીધી અને મને જે આનંદની અનુભૂતિ થઇ તે ખુબજ અલગ હતી. મારી આંખમાં ખુશીના આંસુ હતા. એજ સમયે તારા મુખ પર સ્મિત હતી અને તું ખુબજ પ્યારી લાગતી હતી. એ ક્ષણ હું કોઈ પણ દિવસ ભૂલીશ નહિ.

આજે તું એક વર્ષની થઇ ગઈ. સમય પણ જાણે કેટલો ઝડપથી પસાર થઇ ગયો, ખબર પણ ના પડી. આ એક વર્ષમાં તેં અમને ખુબજ આનંદ આપ્યો છે. અમે લોકોએ તારા દરેક ક્ષણને તસવીર માં કેદ કરી છે. તારા બાળપણ સાથે અમે બધા પણ અમારા બાળપણ ને યાદ કરીયે છે.

તું જેટલી આનંદમાં રહે છે એટલી જ જિદ્દી પણ છે. તું નારાજગી અને ગુસ્સામાં પણ પ્યારી લાગે છે.

તું દાદા અને દાદીની ખુબજ ચહીતી છે. દાદા તને “ચંદ્રપ્રિયા નો મીઠો મીઠો લાડવો” કહે છે. તને દાદા સાથે વધારે ફાવતું કેમ કે તેઓ તારી બધીજ વાત માનતા. તને બાહર ફરવા લઇ જતા અને સુવડાવતાં પણ તને.

તારા વિષે જેટલું કહું એટલું ઓછું છે. તું મોટી થઇ જશે ત્યારે આપણે તારા બાળપણની વાતો કરીંશું અને ખુશીના દિવસો યાદ કરીંશું. અમે બધા તને ખુબજ પ્રેમ કરીએ છીએ.

તું હંમેશા સારી પ્રગતિ કરતી રહે, તારું વ્યક્તિત્વ ખુબજ સારું હોય, અમારી કરતા પણ તું શ્રેષ્ઠ જીવન જીવે, તારી બધીજ મનોકામના પૂર્ણ થાય, એજ અમારી પ્રભુને પ્રાર્થના.

હર્ષવી, તને જન્મદિવસની શુભકામના. 🎂 🥳 🎊 🎉

One response to “હર્ષવી”

  1.  Avatar
    Anonymous

    Happy birthday 🌠

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.