Chandra Patel

Lonely In Thoughts

આધ્યા

આધ્યા, આજે તારો પ્રથમ જન્મદિવસ છે. મને યાદ છે જયારે તારો જન્મ થયો અને ર્ડાક્ટરે કહ્યું કે તમને પુત્રી આવી છે ત્યારે મને ખુબજ ખુશી થઇ. મારા ઘરે બીજી વાર લક્ષ્મી માં પ્રગટ થયા છે. મને આંખમાં ઇન્ફેકશન હતું તેથી મેં તને વધારે સમય હાથ માં રાખી નથી પણ જેટલા સમય માટે મારા હાથ માં હતી, તેનો મને અનેરો આનંદ છે.

આજે તું એક વર્ષની થઇ ગઈ. સમય પણ જાણે કેટલો ઝડપથી પસાર થઇ ગયો, ખબર પણ ના પડી. આ એક વર્ષમાં તેં અમને ખુબજ આનંદ આપ્યો છે. અમે લોકોએ તારા દરેક ક્ષણને તસવીર માં કેદ કરી છે. તારા બાળપણ સાથે અમે બધા પણ અમારા બાળપણ ને યાદ કરીયે છે. ઘણી વખત તારામાં મેં મારુ બાળપણ જોયું છે. તારી ઘણી બધી આદતો મારા જેવી છે. તારામાં હું મારુ પ્રતિબિંબ જોવ છું.

તું જેટલી આનંદમાં રહે છે એટલી જ જિદ્દી પણ છે. તને ખિજવાયે તો રડી પડે છે. તને ભૂખ ખબજ લાગતી અને તને જમવાનું આપતા મોડું થાય તો તું નારાજ થઇ જતી. આવી તારી બાળલીલાઓ ઘણી બધી હતી.

તું પેહલા પોતાનું નામ બોલતા શીખી અને જયારે તું તારું નામ બોલતી ત્યારે ખુબજ પ્યારી લાગતી.

તારા વિષે જેટલું કહું એટલું ઓછું છે. તું મોટી થઇ જશે ત્યારે આપણે તારા બાળપણની વાતો કરીંશું અને ખુશીના દિવસો યાદ કરીંશું. અમે બધા તને ખુબજ પ્રેમ કરીએ છીએ.

તું હંમેશા સારી પ્રગતિ કરતી રહે, તારું વ્યક્તિત્વ ખુબજ સારું હોય, અમારી કરતા પણ તું શ્રેષ્ઠ જીવન જીવે, તારી બધીજ મનોકામના પૂર્ણ થાય, એજ અમારી પ્રભુને પ્રાર્થના.

આધ્યા, તને જન્મદિવસની શુભકામના. 🎂 🥳 🎊 🎉

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.