Chandra Patel

Lonely In Thoughts

સમય નિર્દોષ છે

તમને બધાને નવા વર્ષ ની શુભ કામના. આજે મારે કંઈક સમય વિષે કેહવું છે. હું જે કંઈ સમય વિષે આ લેખ માં કહું છે તે મારા વિચારો છે.

આપણા જીવન માં ઉતાળ ચડાવ આવ્યા કરે છે. જયારે આપણ ને દુઃખ હોય છે અને જયારે કોઈ પુછે છે કે તમને શું થયું છે ત્યારે આપણે કહીયે છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે. આજે સમય મારી સાથે નથી. જો આપણી સાથે કંઈ ખરાબ થયું હોય તો આપણે એમ કહીયે કે સમય સારો નથી. આવીજ વાતો મેં ઘણી વખત સાંભળી છે. હું પણ કંઈક આવું જ પહેલા કેહતો હતો.

પછી એક દિવસ હું સમય વિષે વિચારતો હતો.

 

આપણે કઈ રીતે કહીયે છે કે સમય ખરાબ છે કે સારો?

જો આપણ ને સમય વિષે કોઈ માહિતી નથી તો આપણે કઈ રીતે કહી શકીયે કે સમય સારો છે કે ખરાબ?

જો આપણ ને સુખ હોય તો સમય સારો. જો આપણ ને દુઃખ હોય તો સમય ખરાબ. આ વાત મને સમજાતી નથી.

સમય તો એની જાતે ચાલ્યા કરે છે. એ કોઈ દિવસ કોઈને પરેશાન કરતો નથી. આપણા જીવન માં જો કંઈ સારું કે ખોટું થયું હોય તો એના જવાબદાર આપણે અથવા બીજી કોઈ વ્યક્તિ હશે. તેમાં સમય નો કોઈ દોષ નથી.

તેથી સમય ખરાબ છે એવું કહેવાનું બંધ કરી દો. અને પોતાના વિચારો/સ્વભાવ/વર્તન/વાણી બદલો.

સમય તો નાના બાળક ની જેમ નિર્દોષ છે.

ચાલો, નવા વર્ષે આપણે પોતાને બદલીયે.

તમારા વિચારો નીચે ટિપ્પણી લખી જણાવ જો.

 

One response to “સમય નિર્દોષ છે”

  1.  Avatar
    Anonymous

    Nice thoughts Bro.. ..????

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.