આજે રક્ષાબંધનના પર્વ પર હું મારી બધીજ બહેન ને આભાર વ્યક્ત કરું છું. દર વર્ષે રક્ષાબંધનની આતુરતા થી રાહ જોવ છું. હું ખુશનશીબ છું કે મને બહેનનો પ્રેમ મળ્યો છે.
મારી બહેન પાસેથી જીવનમા ઘણું શીખવા મળ્યું છે. બાળપણથી જ મારા જીવનમાં બહેનનું ખુબજ મહત્વ રહ્યુ છે.
જયારે પણ એમને મળું છું ત્યારે ખુબજ આનંદ થાય છે. બહેન સાથેનો મારો સંબંધ ખુબજ અનેરો છે જે હું શબ્દમાં વ્યક્ત કરી નથી શકતો. હું પ્રભુનો આભાર માનું છે કે આ જીવનમાં મને બહેન નો ખુબજ પ્રેમ મળ્યો છે.
મારી બધીજ બહેનો મારા કરતા ઉંમર માં મોટા છે તેથી તેઓ મારી પાસેથી ભેટ નથી લેતા પણ હું એમને મનાવી લેવ છું અને ભેટ આપું છું. એ ફક્ત ભેટ નથી એમાં મારો પ્રેમ, આદર અને સન્માન હોય છે. મને ખુબજ આનંદ હોય છે કે હું મારી બહેનને ભેટ આપી શકું છું.
હું મારી બહેનો વિષે જેટલું કહું એટલું ઓછું છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મારી બહેનોને હંમેશા ખુશ રાખજે, એમના જીવન કોઈ તકલીફ નાઆવે અને મને શક્તિ આપજે તેથી હું મારી બહેનોની રક્ષા અને મદદ કરી શકું.
Leave a Reply