તમને બધાને નવા વર્ષ ની શુભ કામના. આજે મારે કંઈક સમય વિષે કેહવું છે. હું જે કંઈ સમય વિષે આ લેખ માં કહું છે તે મારા વિચારો છે.
આપણા જીવન માં ઉતાળ ચડાવ આવ્યા કરે છે. જયારે આપણ ને દુઃખ હોય છે અને જયારે કોઈ પુછે છે કે તમને શું થયું છે ત્યારે આપણે કહીયે છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે. આજે સમય મારી સાથે નથી. જો આપણી સાથે કંઈ ખરાબ થયું હોય તો આપણે એમ કહીયે કે સમય સારો નથી. આવીજ વાતો મેં ઘણી વખત સાંભળી છે. હું પણ કંઈક આવું જ પહેલા કેહતો હતો.
પછી એક દિવસ હું સમય વિષે વિચારતો હતો.
આપણે કઈ રીતે કહીયે છે કે સમય ખરાબ છે કે સારો?
જો આપણ ને સમય વિષે કોઈ માહિતી નથી તો આપણે કઈ રીતે કહી શકીયે કે સમય સારો છે કે ખરાબ?
જો આપણ ને સુખ હોય તો સમય સારો. જો આપણ ને દુઃખ હોય તો સમય ખરાબ. આ વાત મને સમજાતી નથી.
સમય તો એની જાતે ચાલ્યા કરે છે. એ કોઈ દિવસ કોઈને પરેશાન કરતો નથી. આપણા જીવન માં જો કંઈ સારું કે ખોટું થયું હોય તો એના જવાબદાર આપણે અથવા બીજી કોઈ વ્યક્તિ હશે. તેમાં સમય નો કોઈ દોષ નથી.
તેથી સમય ખરાબ છે એવું કહેવાનું બંધ કરી દો. અને પોતાના વિચારો/સ્વભાવ/વર્તન/વાણી બદલો.
સમય તો નાના બાળક ની જેમ નિર્દોષ છે.
ચાલો, નવા વર્ષે આપણે પોતાને બદલીયે.
તમારા વિચારો નીચે ટિપ્પણી લખી જણાવ જો.
Leave a Reply