બધા શું વિચારશે? આ વિચાર દરેક વ્યક્તિ કોઈપણ કાર્ય કરતા પહેલા વિચારે છે. મારા મતે બધા શું વિચારશે? વિચાર ફક્ત વ્યક્તિ ને દુઃખ આપે છે અને ડર રહે છે.
જેમકે નોકરી કરતો માણસ રજા માંગતા પહેલા વિચારશે કે શું તેના બોસ રજા મંજુર કરશે? હું વધારે રજા કોઈ કારણોસર લઈશ તો શું મારી કારકિર્દી પર અસર પડશે? મારા બોસ મારા વિષે શું વિચારશે?
આ બધા આપણા વિચારો સામે વારી વ્યક્તિ ના નથી બલ્કિ તમારા ખુદના વિચારો છે જે તમે વિચારીને પોતાને દુઃખ આપો છો. આનો અર્થ એ પણ થાય છે કે તમે સામેની વ્યક્તિ નું અવલોકન ખોટું કરો છો.
આપણે શું કામ વિચારીયે છે કે બધા શું વિચારશે? આપણે કઈં ભગવાન કે મહાન સંત નથી કે આપણને ખબર પડશે કે બધા શું વિચારશે?
અને જો તમારા મનમાં શંકા હોય તો તે વ્યક્તિને પૂછી લો કે આ વાત પર તમારો શું વિચાર છે? પોતે અનુમાન બાંધો એના કરતા પૂછી લેવું સારું. બરાબરને?
આપણા અનુમાનો દરેખ વખતે સાચા નથી હોતા.
અને તમે કોઈ સારું કાર્ય કરતા હોવ તો બધા શું વિચારશે? એ વિચારો જ નહિ. ખુદ પર વિશ્વાસ રાખી ને આગળ વધો.
હું પણ બધા શું વિચારશે? નો વિચાર કરીને દુઃખી થયો છું.
હવે, તમે જ કહો કે બધા શું વિચારશે? નો વિચાર કરવો કે ના કરવો? 🙂
નીચે ટિપ્પણી લખી તમારા વિચાર જણાવો.
Leave a Reply